મોરબી શહેરમાં રખડતા કુતરાઓના વધતા ત્રાસ અને વસ્તી નિયંત્રણ માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોગ શેલ્ટર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાથે વેક્સિનેશન અને સ્ટેરિલાઈઝેશન માટેની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા કુતરાઓના ત્રાસને નિયંત્રણમાં લેવા પંચાસર રોડ પર નંદીઘર પાસે ડોગ શેલ્ટર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાથે સાથે કુતરાઓના વેક્સિનેશન અને સ્ટેરિલાઈઝેશન માટે ટેન્ડર પ્રક્રિયા પણ લાઈવ કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં વેક્સિનેશન અને સ્ટેરિલાઈઝેશનની કામગીરી શરૂ કરવામાં આવશે, જેના કારણે રખડતા કુતરાઓની વસ્તી અને ત્રાસમાં નિયંત્રણ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
આ ઉપરાંત મોરબી મહાનગરપાલિકા દ્વારા પેટ ડોગના રજીસ્ટ્રેશનની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. હાલ સુધી ૪૪ પેટ ડોગ માલિકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. મહાનગરપાલિકાએ શહેરના નાગરિકોને પોતાના પેટ ડોગનું રજીસ્ટ્રેશન કરાવવા અપીલ કરી છે.





