Monday, May 11, 2026
HomeGujaratવાંકાનેર: પોલીસમાં અરજી કરાવ્યાનો ખાર રાખી યુવકનું અપહરણ, ધોકાથી માર મારી આપી...

વાંકાનેર: પોલીસમાં અરજી કરાવ્યાનો ખાર રાખી યુવકનું અપહરણ, ધોકાથી માર મારી આપી ધમકીઓ

વાંકાનેરમાં રહેતા યુવકે ધર્મની માનેલ બહેન સાથે તેના જેઠની થયેલ બોલાચાલી બાબતે પોલીસમાં અરજી કરાવ્યાની શંકા રાખી બે શખ્સોએ તેનું અપહરણ કરી ધોકાથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. આ સાથે વાંકાનેર સીટી પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના વેલનાથપરા વિસ્તારમાં રહેતા હાર્દિકભાઈ પરસોતમભાઈ સરાવડીયા ઉવ.૨૩એ ફરિયાદ નોંધાવી હતી કે તેમની ધર્મની બહેન સાથે થયેલી બોલાચાલીની ઘટનામાં પોલીસ અરજી કરાવ્યાની શંકા રાખી આરોપી સામજીભાઈ ઉર્ફે શ્યામ દિનેશભાઈ દેલવાડીયા રહે.વેલનાથપરા વાંકાનેર તથા આરોપી રોકુ કોળી રહે.વાંકાનેર વાળાએ તેમને ગોકુલનગર અનાજ દળવાની ઘંટી નજીક રોકી બળજબરીપૂર્વક એક્ટીવામાં બેસાડી રાજકોટ રોડ પર હેલીપેડ પાસે લઈ ગયા હતા. ત્યાં બંને આરોપીઓએ ગાળો આપી લાકડાના ધોકાથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ બાદ ઇજાગ્રસ્ત યુવકને ૧૦૮ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. સમગ્ર બનાવ અંગેની ફરિયાદને આધારે વાંકાનેર પોલીસે બીએનએસની વિવિધ કલમો તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!