Monday, May 11, 2026
HomeGujaratવાંકાનેર બાઉન્ડ્રી પાસે હિટ એન્ડ રન કેસમાં સ્કોર્પિયોની ટક્કરે ટ્રક ચાલક ગંભીર...

વાંકાનેર બાઉન્ડ્રી પાસે હિટ એન્ડ રન કેસમાં સ્કોર્પિયોની ટક્કરે ટ્રક ચાલક ગંભીર ઇજાગ્રસ્ત

ચાલીને રોડ ક્રોસ કરી ચા પીવા જતા અકસ્માત સર્જાયો, સારવારમાં હોવાથી ત્રણ મહિના બાદ ફરિયાદ નોંધાઈ.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર બાઉન્ડ્રી નજીક અજાણ્યા સ્કોર્પિયો ચાલકે બેફામ કાર હંકારી રોડ ક્રોસ કરી રહેલા ટ્રકના ચાલકને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી સ્કોર્પિયો કારનો ચાલક નાસી ગયો હતો. લાંબી સારવાર બાદ ઇજાગ્રસ્તના પત્નીએ હિટ એન્ડ રન અકસ્માતના બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ધોરાજીના દિનેશભાઈ ઓધવજીભાઈ કલોલા ટ્રકમાં બાયોકોલ ભરી દહેજ જવા નીકળ્યા હતા. દરમિયાન તા.૨૯ માર્ચ ૨૦૨૬ની રાત્રે વાંકાનેર બાઉન્ડ્રી પાસે બિસ્મિલ્લાહ હોટલ ખાતે જમ્યા બાદ રોડ ક્રોસ કરી ચા પીવા જતા હતા ત્યારે ચોટીલા તરફથી પૂરઝડપે આવેલી અજાણી સ્કોર્પિયો કારે તેમને ટક્કર મારી હતી. અકસ્માતમાં દિનેશભાઈને માથા, ખભા, કમર અને પાસળીના ભાગે ગંભીર ઇજાઓ તેમજ ફ્રેક્ચર થયું હતું. તેમને પ્રથમ ચોટીલા બાદ રાજકોટ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. ત્યારે અકસ્માતના બનાવ અંગે ઇજાગ્રસ્ત દિનેશભાઇના પત્ની જોશનાબેને સારવારમાં વ્યસ્ત હોવાથી મોડેથી ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા સ્કોર્પિયો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!