Monday, May 11, 2026
HomeGujaratવાંકાનેરના રંગપર ગામે પ્રેમલગ્નની અદાવતમાં યુવક ઉપર હુમલો

વાંકાનેરના રંગપર ગામે પ્રેમલગ્નની અદાવતમાં યુવક ઉપર હુમલો

સાત વર્ષ પહેલાં બહેન સાથે લગ્ન કરનાર રાજકોટના યુવકને લાકડાના ધોકાથી માર મારી પગમાં ફ્રેક્ચર કરાયું.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના રંગપર ગામે સમૂહલગ્ન પ્રસંગે આવેલા રાજકોટના યુવક પર પ્રેમલગ્નની અદાવતમાં પાંચ શખ્સોએ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.

રાજકોટ-મોરબી રોડ ઉપર શિવધારા સોસાયટીમાં રહેતા રવીભાઈ રતાભાઈ ગોગીયાએ આરોપી કાળુ મુળૂભાઇ જાદવ, દિલીપભાઇ મુળુભાઇ જાદવ, રવિભાઇ મુળુભાઇ જાદવ, મયુર ઉર્ફે મહેશભાઇ મુળુભાઇ જાદવ, નરેશભાઈ જીવાભાઇ જાદવ તમામ રહે. રંગપર તા.વાંકાનેર વાળા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ, રવિભાઈ ગઈકાલ તા.૧૦ મેના રોજ રંગપર ગામે સમાજના સમૂહલગ્ન પ્રસંગે આવ્યા હતા. દરમિયાન તેમના સાળા કાળુ મુળુભાઈ જાદવ, દિલીપભાઈ મુળુભાઈ જાદવ, રવિભાઈ મુળુભાઈ જાદવ, મયુર ઉર્ફે મહેશભાઈ મુળુભાઈ જાદવ તથા નરેશભાઈ જીવાભાઈ જાદવે પ્રેમલગ્નનો ખાર રાખી હુમલો કર્યો હતો. આરોપીઓએ લાકડાના ધોકા અને ઢીકાપાટુ વડે માર મારતા રવીભાઈને માથામાં ઇજા તેમજ પગમાં ફ્રેક્ચર થયું હતું. બનાવ દરમિયાન જાનથી મારી નાખવાની તથા ટાંટિયા ભાંગી નાખવાની ધમકી પણ અપાઈ હતી. ઇજાગ્રસ્તને વાંકાનેર બાદ રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ વાંકાનેર તાલુકા પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી બીએનએસ. તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!