Monday, May 11, 2026
HomeGujaratવાંકાનેરના વિનયગઢમાં ગેરકાયદેસર ખનીજ ખનનનો પર્દાફાશ, રૂ.૧.૩૯ કરોડનો મુદ્દામાલ જપ્ત

વાંકાનેરના વિનયગઢમાં ગેરકાયદેસર ખનીજ ખનનનો પર્દાફાશ, રૂ.૧.૩૯ કરોડનો મુદ્દામાલ જપ્ત

મોરબી જીલ્લા પોલીસની વિશેષ ટીમ અને ખાણ-ખનીજ વિભાગના સંયુક્ત દરોડામાં JCB, ટ્રેક્ટર અને ડમ્પર કબ્જે

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન સામે પોલીસ અને ખાણ-ખનીજ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે ચાલી રહેલા ખનન કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. દરોડામાં રૂ.૧.૩૯ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓ સામે ગુનો નોંધાયો છે.

મોરબી એલસીબી-એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી કે થાનગઢના ગભરૂભાઈ રબારી દ્વારા વિનયગઢ ગામની સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું છે. જેના આધારે પોલીસે ખાણ-ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર સાથે સંયુક્તમાં દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી JCB મશીન, ટ્રેક્ટર અને ડમ્પર મળી કુલ રૂ.૧.૩૯ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપી ગભરૂભાઈ નાથાભાઈ રબારી રહે. તરણેતર તા. થાનગઢ તથા વાલાભાઈ ગગજીભાઈ અલગોતર રહે. જામવાડી તા. થાનગઢ સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!