હળવદ તાલુકાના સમલી ગામે સ્વ.સામુબા હંસરાજભા લિબંડની દ્વિતીય પુણ્યતિથિ નિમિતે તેમના પરિવાર દ્વારા ખરા અર્થેમાં શ્રદ્ધાંજલિ આપવાના હેતુસર તેમના નિવાસસ્થાને આગામી તા.૩૧ માર્ચના રોજ સવારના ૭ થી બપોરના ૨ વાગ્યા દરમ્યાન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જરૂરિયાત મંદ દર્દીઓને લોહીની ઊણપ પુરી પાડવા રક્તદાન કરવાનો અનુરોધ કર્યો છે. સાથેસાથે આમંત્રિત મહેમાનો રક્તદાન કરનાર ભાઈબહેનોને સ્વરૂપી ભોજનનો પણ લાભ લેવાની અપીલ કરવામાં આવી છે.