Tuesday, May 19, 2026
HomeGujaratમોરબીમાં ધોળે દિવસે રૂપિયા 9.89 લાખની લૂંટ?કારમાં આવેલા શખ્સોએ યુવકને નિશાન બનાવ્યો...

મોરબીમાં ધોળે દિવસે રૂપિયા 9.89 લાખની લૂંટ?કારમાં આવેલા શખ્સોએ યુવકને નિશાન બનાવ્યો હોવાની યુવકની ફરિયાદને આધારે પોલીસ તપાસ શરૂ

મોરબીના સરતાનપર રોડ પર ધોળે દિવસે ફિલ્મી ઢબે રૂપિયા 9.89 લાખની લૂંટની ઘટના સામે આવતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ મની ટ્રાન્સફરનું કામ કરતો ફારૂક સુમરા નામનો યુવક રૂપિયા ભરેલ બેગ લઈને બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે સ્વિફ્ટ કારમાં આવેલા લૂંટારૂઓએ તેને નિશાન બનાવ્યો હોવાની યુવક દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના સરતાનપર રોડ પર કારમાં આવેલ લૂંટારૂઓએ કાર વડે બાઈકને ટક્કર મારી યુવકને રસ્તા પર પછાડી દીધો હતો. ત્યારબાદ શખ્સોએ યુવક સાથે ઝપાઝપી કરી છરીની અણીએ રૂપિયા ભરેલ બેગ લૂંટી ફરાર થઈ ગયા હતા. ઘટનામાં ફારૂક સુમરાને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.ધોળે દિવસે બનેલી આ લૂંટની ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે. પોલીસે આસપાસના CCTV ફૂટેજ કબજે કરી લૂંટારૂઓ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!