Wednesday, May 20, 2026
HomeGujaratહળવદ: અજીતગઢ ગામે વાડીમાં દેશી દારૂ બનાવવાનો આથો ઝડપાયો, એક આરોપીની અટકાયત

હળવદ: અજીતગઢ ગામે વાડીમાં દેશી દારૂ બનાવવાનો આથો ઝડપાયો, એક આરોપીની અટકાયત

હળવદ તાલુકાના અજીતગઢ ગામે પોલીસની રેડ દરમિયાન વાડીમાંથી ૬૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો ઝડપાયો હતો. આ સાથે પોલીસે એક આરોપીની અટકાયત કરી જ્યારે મુખ્ય આરોપી સ્થળ ઉઓર હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી તેને પકડી લેવા તજવીજ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળી હતી કે, અજીતગઢ ગામે સુનીલ જીવાભાઈ થરેચા રહે. હળવદ ભવાનીનગર ઢોરે વાળો તથા રજની પ્રેમજીભાઇ અગોલા રહે. ગામ અજીતગઢ તા.હળવદ વાળાએ ભાગીદારીમાં દેશી દારૂ બનાવવા માટે આરોપી રજનીભાઇના કબ્જાવાળી વાડીએ દેશી દારૂ ગાળવા આથો રાખેલ છે તેવી ભરોસાપાત્ર હકિકત મળેલ હોય જેથી પોલીસે ઉપરોક્ત વાડીએ રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન સ્થળ પરથી સુનીલ જીવાભાઈ થરેચાને ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન વાડીમાંથી ૨૦૦ લીટરની ક્ષમતાવાળા ત્રણ પ્લાસ્ટિક બેરલમાં કુલ ૬૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો કિ.રૂ.૧૫ હજાર મળી આવ્યો હતો. પકડાયેલા આરોપીની પૂછપરછમાં આ વાડી રજની પ્રેમજીભાઈ અગોલાની હોવાનું અને તેના કહેવાથી આથો તૈયાર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. હાલ મુખ્ય આરોપી રજની અગોલા સ્થળ પર હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી હળવદ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!