લોખંડના પાઇપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી, ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો.
વાંકાનેર તાલુકાના પાજ ગામે મૈત્રી કરાર કરી સાથે રહેતા દંપતી અંગેનો ખાર રાખી લાલપર ગામ ગયેલા દાદા અને તેમના પૌત્ર પર લોખંડના પાઇપ વડે હુમલો કરાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. હુમલાના બનાવમાં બંનેને ઈજા પહોંચતા ત્રણેય હુમલાખોર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વાંકાનેર સીટી પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર તાલુકાના પાજ ગામે રહેતા મૂળ લાલપર ગામના અજીજાબેન ફારૂકભાઈ સંધી ઉવ.૩૬એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ છેલ્લા ચાર મહિનાથી તેમના મામના દીકરા નાસિરભાઈ મુરાદખાન પઠાણ સાથે મૈત્રી કરાર કરી તેના ઘરમાં રહે છે. આ બાબતનો ખાર રાખી તેમના ફરિયાદીના કાકા આરોપી સલીમભાઈ બ્લોચ તથા તેના દીકરા આરોપી આશિફ સલીમભાઈ બ્લોચ અને આરોપી અબરાર સલીમભાઈ બ્લોચે ગત તા.૨૧/૦૫ના રોજ તેમના મામા મુરાદખાન લાલપર ગામે તેમની દીકરી ફરજાનાબેનની હોટલે બેઠા હતા ત્યારે મુરાદખાન અને તેમના ૧૫ વર્ષીય પૌત્ર નવાઝ પર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં મુરાદખાનને હાથ-પગમાં અને નવાઝને હાથ, પગ તેમજ ડોકના ભાગે ઈજાઓ પહોંચી હતી. હુમલા બાદ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. ત્યારર બંને ઈજાગ્રસ્તોને પહેલા વાંકાનેર અને બાદમાં રાજકોટ સારવાર માટે ખસેડાયા હતા. હાલ સમગ્ર મામલે પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.






