મોરબી: પુરુષોત્તમ માસની અગિયારસના પાવન દિવસે મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા તડકામાં મહેનત કરતા રેકડીવાળા અને શ્રમિકોને ૧૦૦ કેનવાસ કોલ્ડ વોટર બેગ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે ગરમીમાં રાહત અને માનવતાનો સંદેશ આપતા આ સેવા કાર્યને લોકો દ્વારા સરાહના મળી હતી.
મોરબી મુસ્કાન વેલફેર સોસાયટીએ પુરુષોત્તમ માસની અગિયારસ નિમિત્તે માનવસેવાના હેતુથી તપતી ગરમીમાં કામ કરતા શ્રમિકો, રેકડીવાળા અને રસ્તા પર સામાન વેચતા લોકોને ૧૦૦ ઠંડા પાણીની કેનવાસ બેગ્સનું વિતરણ કર્યું હતું. આ બેગ્સમાં પાણી લાંબા સમય સુધી કુદરતી રીતે ઠંડું રહેતું હોવાથી બહાર તડકામાં કામ કરતા લોકો માટે ઉપયોગી સાબિત થાય છે. આ તકે સંસ્થાએ જણાવ્યું હતું કે નાનકડા સેવા પ્રયાસો દ્વારા થાકેલા ચહેરા પર રાહત અને સ્મિત લાવવું એ જ સાચી માનવતા છે. પુરુષોત્તમ માસના પવિત્ર દિવસે યોજાયેલ આ સેવા કાર્યને આધ્યાત્મિક અને સામાજિક રીતે પણ પ્રેરણાદાયી ગણાવવામાં આવ્યું હતું.






