Thursday, May 28, 2026
HomeGujaratમોરબીમાં તા.૩૦ અને ૩૧ મેના રોજ ૧૯૯મો નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાશે

મોરબીમાં તા.૩૦ અને ૩૧ મેના રોજ ૧૯૯મો નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાશે

મોરબીના નવાડેલા રોડ સ્થિત શ્રી ડી.સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ ખાતે તા.૩૦ અને ૩૧ મે ૨૦૨૬ના રોજ ૧૯૯મો નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાનાર છે. કેમ્પમાં મુંબઇના જાણીતા કેન્સર નિષ્ણાત ડૉ. વિક્રમભાઈ સંઘવી દર્દીઓનું નિદાન અને માર્ગદર્શન આપશે. કેમ્પનો લાભ લેવા પૂર્વ નોંધણી ફરજિયાત રાખવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરમાં આરોગ્ય જાગૃતિ અને સેવાભાવના હેતુસર શ્રી ડી.સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ, નવાડેલા રોડ ખાતે તા.૩૦ અને ૩૧ મે ૨૦૨૬ દરમિયાન ૧૯૯મો નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાશે. વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ દ્વારા દર બે માસે યોજાતા આ કેમ્પમાં દર્દીઓને નિઃશુલ્ક નિદાન તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે. ત્યારે વર્તમાન કેમ્પના દાતા તરીકે સ્વ. શાંતાબેન ઉમિયાશંકર દોશી પરિવાર તેમજ સરોજબેન પ્રફુલભાઈ દોશી પરિવાર, મોરબી હસ્તે મેહુલ પ્રફુલભાઈ દોશી જોડાયા છે.

આ કેમ્પમાં મુંબઇના પ્રસિદ્ધ કેન્સર સર્જન ડૉ. વિક્રમભાઈ સંઘવી પોતાની સેવાઓ આપશે. તેઓ તા.૩૦ મે શનિવારે સાંજે ૪થી ૭ વાગ્યા સુધી તથા તા.૩૧ મે રવિવારે સવારે ૯થી ૧૨ વાગ્યા સુધી દર્દીઓનું નિદાન કરશે. કેમ્પમાં ભાગ લેવા ઇચ્છતા દર્દીઓએ અગાઉથી ડિસ્પેન્સરીના મેનેજર મયુરભાઈ વોરા મો.૯૫૩૭૦ ૯૯૨૧૯ ઉપર નોંધણી કરાવવાની રહેશે તેમજ અગાઉના તમામ મેડિકલ રેકોર્ડ સાથે લાવવાના રહેશે તેમ મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ વી. શાહે જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!