Monday, June 1, 2026
HomeGujaratટંકારાના વિરપર ગામે રહેણાંકમાંથી ૧૪૦ બોટલ વિદેશી દારૂ ઝડપાયો

ટંકારાના વિરપર ગામે રહેણાંકમાંથી ૧૪૦ બોટલ વિદેશી દારૂ ઝડપાયો

મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમે ટંકારાના વિરપર ગામે દરોડો પાડી રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના ૧૪૦ ચપલા કિ.રૂ.૨૯ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રેઇડ દરમિયાન આરોપી સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી આરોપી સામે ટંકારા પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને સંયુક્તમાં મળેલ બાતમીને આધારે વિરપર ગામે મેલડી માતાજીના મંદિર પાછળ આવેલ મેરૂભાઈ બચુભાઈ ઉઘરેજા રહે.વીરપરવાળાના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન મકાનના રૂમમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની ૧૮૦ મીલી.ની ૧૪૦ નંગ બોટલ કિ.રૂ.૨૯ હજાર વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હોય જેથી તેને ફરાર દર્શાવી તેની વિરુદ્ધ ગુનો નોંધાવી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!