Wednesday, June 3, 2026
HomeGujaratટંકારાના ઝમઝમનગરમાં ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિતિમાં પાલિકાની ટીમે રોડના ખાતમુહૂર્ત કર્યા;વિકાસ કાર્યોનો આરંભ

ટંકારાના ઝમઝમનગરમાં ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિતિમાં પાલિકાની ટીમે રોડના ખાતમુહૂર્ત કર્યા;વિકાસ કાર્યોનો આરંભ

ટંકારા નગરપાલિકાના પ્રથમ બોડી (શાસક મંડળ) દ્વારા વિસ્તારમાં વિકાસનો મજબૂત પાયો નાખતા જનસુવિધાના કાર્યોનો વિધિવત આરંભ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત ટંકારાના ઝમઝમનગર વિસ્તારમાં સીસી રોડ નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત યોજાયું હતું.

- Advertisement -
- Advertisement -

આ ગરિમામય પ્રસંગે વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય દુર્લભજીભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વરદ હસ્તે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ તકે ધારાસભ્યશ્રીએ ટંકારાના સર્વાંગી વિકાસ માટે નગરપાલિકાના પ્રયાસોને બિરદાવ્યા હતા અને સ્થાનિક લોકોને પ્રાથમિક સુવિધાઓ ઝડપથી પૂરી પાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમમાં ટંકારા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી સહિતના પદાધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા.આ ઉપરાંત ટંકારા તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના સદસ્યઓ અને વિસ્તારના વરિષ્ઠ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

નગરપાલિકાના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ખાતમુહૂર્ત સાથે જ નગરમાં જનસુવિધાના કાર્યોની નવી શરૂઆત થઈ ચૂકી છે અને આગામી સમયમાં અન્ય વિકાસલક્ષી કામોને પણ વેગ આપવામાં આવશે. કાર્યક્રમના અંતે સ્થાનિક રહીશોએ ધારાસભ્ય અને નગરપાલિકાની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!