મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે કાલિકા પ્લોટ નર્મદા હોલની સામેની શેરીમાં આવેલ રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂના ૭૨ ચપલા ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન આરોપી મકાન માલીક હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય ત્યારે બાતમી મળી કે, કાલિકા પ્લોટ શેરી નં.૨ નર્મદા હોલની સામેની શેરીમાં રહેતો ઇમ્તીયાઝ ઉર્ફે બાલો હુશેનભાઈ કરીમભાઈ કુરેશી પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે, જેથી બાતમીને આધારે પોલીસે આરોપીના ઘરમાં દરોડો પાડતા મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૮ પીએમ વ્હિસ્કીની ૧૮૦મીલી.ની ૭૨ બોટલ કિ.રૂ.૯ હજાર મળી આવી હતી. દરોડા સમયે આરોપી હાજર ન મળતા પોલીસે તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને ઓએકડી લેવા તજવીજ શરૂ કરી છે.






