Wednesday, June 3, 2026
HomeGujaratમોરબીમાં કરૂણા ફાઉન્ડેશન દ્વારા રાશન કીટ વિતરણ, મેયર સાથે સેવાકીય કામગીરી અંગે...

મોરબીમાં કરૂણા ફાઉન્ડેશન દ્વારા રાશન કીટ વિતરણ, મેયર સાથે સેવાકીય કામગીરી અંગે ચર્ચા

મોરબી સિવિલ હોસ્પિટલના એ.આર.ટી. સેન્ટર ખાતે ૩૫ ગંગાસ્વરૂપ બહેનો-માતાઓને સહાય: સંસ્થાએ ૭૦૦ જરૂરિયાતમંદો માટે દાતાશ્રીઓને સહયોગની અપીલ કરી.

- Advertisement -
- Advertisement -

મોરબીની કરૂણા ફાઉન્ડેશન ફોર પીપલ્સ લિવિંગ વિથ એચઆઈવી સંસ્થા દ્વારા સિવિલ હોસ્પિટલના એ.આર.ટી. સેન્ટર ખાતે ૩૫ શૈરો પોઝિટિવ કલાઇન્ટ રાશન કીટ વિતરણ કરવામાં આવી હતી. સાથે જ સંસ્થાના હોદ્દેદારોએ મોરબી મહાનગરપાલિકાના મેયર અને ડેપ્યુટી મેયર સાથે શુભેચ્છા મુલાકાત કરી સંસ્થાની સેવાકીય કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

મોરબી જીલ્લા સિવિલ હોસ્પિટલના એ.આર.ટી. સેન્ટર ખાતે તા.૦૨ જૂનના રોજ કરૂણા ફાઉન્ડેશન ફોર પીપલ્સ લિવિંગ વિથ એચઆઈવી સંસ્થા, મોરબી દ્વારા ગંગાસ્વરૂપ બહેનો અને એચઆઈવી પોઝિટિવ ક્લાયન્ટો માટે રાશન કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન કુલ ૩૫ લાભાર્થીઓને રાશન કીટ આપવામાં આવી હતી. આ સેવા કાર્યના દાતાશ્રી રાકેશભાઈ કોરડીયા મિલેનિયમ સિરામિકનો સહયોગ રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન એ.આર.ટી. મેડિકલ ઓફિસર ડો. હેમસિકા મેડમ, કાઉન્સિલર વિજયાબેન તેમજ સી.સી.સી. ઘનશ્યામભાઈ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાએ જણાવ્યું હતું કે હાલ જિલ્લામાં અંદાજે ૭૦૦ જેટલા એચઆઈવી પોઝિટિવ ક્લાયન્ટોને રાશન કીટની જરૂરિયાત છે. કરૂણા ફાઉન્ડેશન દર મહિને સિવિલ હોસ્પિટલ ખાતે મિટિંગ યોજી તબીબી સહાય યોજનાના ફોર્મ ભરવામાં પણ મદદરૂપ બને છે. સંસ્થાએ દાતાશ્રીઓને વધુમાં વધુ સહયોગ આપવા અપીલ કરી હતી.

આ ઉપરાંત તા. ૦૧/૦૬/૨૦૨૬ના રોજ મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી તથા ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા સાથે કરૂણા ફાઉન્ડેશનના પ્રમુખ રાજેશભાઈ લાલવાણી અને ઉપપ્રમુખ રાજુભાઈ જાનીએ શુભેચ્છા મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન સંસ્થાની સેવાકીય અને સામાજિક કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સંસ્થાના હોદ્દેદારોએ મેયર અને ડેપ્યુટી મેયર તરફથી સકારાત્મક સહયોગ અને પ્રોત્સાહન મળ્યાનું જણાવ્યું હતું.

કરૂણા ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે રાજેશભાઈ લાલવાણી, ઉપપ્રમુખ રાજુભાઈ જાની (ઘાટીલા), મંત્રી આશાબેન વીશોડીયા, સહમંત્રી ભાવનાબેન ચાવડા, ખજાનચી જયદીપભાઈ નિમાવત, સહ ખજાનચી દીનાબેન બારોટ અને બોર્ડ મેમ્બર ઉષાબેન બોડા સેવાકીય કામગીરી સંભાળી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!