મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે ગોકુળનગર લાયન્સનગર સરકારી શાળા પાસે એક યુવક શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટિકનું બાચકું લઈને જોવા મળ્યો હતો. જેથી તેને રોકી બાચકાની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ રોયલ ચેલેન્જ વ્હિસ્કીની ૧૮૦મીલી.ની ૬ બોટલ કિ.રૂ.૭૨૦/- મળી આવી હતી. આ સાથે પોલીસે આરોપી રાજભાઈ હરેશભાઈ ડાભી ઉવ.૨૫ હાલ રહે. લાયન્સનગર મોરબી મૂળ વતન માખીયાળા જુનાગઢ વાળાની અટકાયત કરી હતી. સીટી એ ડિવિઝન પોલીસે પકડાયેલ આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






