મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જ્હોનસનગર વિસ્તારમાં દરોડો પાડી રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ચાર બોટલ ઝડપી પાડી હતી. દરોડા સમયે આરોપી હાજર મળી આવ્યો ન હોવાથી પોલીસે તેને ફરાર જાહેર કરી ગુનો નોંધ્યો છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય ત્યારે જ્હોનસનગર વિસ્તારમાં રહેતા જાહિદભાઈ સાહબુદીનભાઈ પીલુડીયા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ રાખી વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી. જે બાદ પોલીસે ઉપરોક્ત મકાનમાં દરોડો પાડતા બાથરૂમમાંથી પ્લાસ્ટિકની થેલીમાં રાખેલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ ચાર બોટલ કિ.રૂ ૩,૨૦૦/- મળી આવી હતી. દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હોવાથી પોલીસે તેને ફરાર જાહેર કરી તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડી લેવા વધુ તપાસ હાથ ધરી છે.






