Monday, June 8, 2026
HomeGujaratવાંકાનેર પાસે રોંગ સાઈડમાં આવેલું બાઈક થાંભલા સાથે અથડાતા નીચે પટકાયેલ ચાલકનું...

વાંકાનેર પાસે રોંગ સાઈડમાં આવેલું બાઈક થાંભલા સાથે અથડાતા નીચે પટકાયેલ ચાલકનું મોત

અમરસર ફાટક નજીક સર્જાયેલા અકસ્માતમાં દંપતીને પણ ઇજા, મહિલાના પગમાં ફેક્ચર.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર નજીક અમરસર ફાટક પાસે રોંગ સાઈડમાં પૂરઝડપે આવી રહેલું બાઈક થાંભલા સાથે અથડાતા ચાલકનું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં સામેથી આવી રહેલા એક્સેસ ચાલક અને તેમની પત્ની પણ ઇજાગ્રસ્ત થયા હતા. વાંકાનેર સીટી પોલીસે મૃતક બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

વાંકાનેરના વિશીપરા વિસ્તારમાં રહેતા હસમુખભાઈ જીવણભાઈ ટુડીયા ઉવ.૫૪એ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા.૬ જૂનના રોજ તેઓ પત્ની કિરણબેન સાથે રાજકોટથી પોતાના એક્સેસ મોપેડ રજી.નં. જીજે-૩૬-એન-૯૭૮૫ ઉપર વાંકાનેર પરત ફરી રહ્યા હતા. દરમિયાન રાત્રે અમરસર ફાટક પહેલા આવેલી દૂધની ડેરી પાસે પહોંચતા સામેથી રોંગ સાઈડમાં બાઈક રજી.નં. જીજે-૩૬-બીસી-૦૦૦૬ના ચાલક પોતાનું બાઇક પૂરઝડપે ચલાવી આવતો હોય ત્યારે બાઈક રોડ સાઈડના થાંભલા સાથે અથડાયું હતું અને ચાલક નીચે પટકાયો હતો. જે બાદમાં બાઈક ઉછળી ફરિયાદીના એક્સેસ મોપેડ સાથે અથડાતા ફરિયાદી હસમુખભાઈ અને તેમની પત્ની પણ રોડ પર પટકાયા હતા.

અકસ્માતમાં હસમુખભાઈને હાથ અને પગમાં સામાન્ય ઇજા પહોંચી હતી જ્યારે તેમની પત્ની કિરણબેનના પગની આંગળીમાં ફેક્ચર જેવી ઇજા થતા ઓપરેશન કરવું પડ્યું હતું. બીજી તરફ બાઈકચાલકને ગંભીર ઇજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. હાલ સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસે મૃતક બાઇક ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા કલમ તેમજ મોટર વ્હીકલ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!