Tuesday, June 9, 2026
HomeGujaratમોરબીના કાલિકા પ્લોટમાંથી સાત ચપલા સાથે એક ઝડપાયો

મોરબીના કાલિકા પ્લોટમાંથી સાત ચપલા સાથે એક ઝડપાયો

વેચાણ માટે રાખેલો વિદેશી દારૂ કબજે, સપ્લાયર સહિત બે આરોપીની શોધખોળ શરૂ.

- Advertisement -
- Advertisement -

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સીટી એ-ડિવિઝન પોલીસે એક યુવકને વિદેશી દારૂના સાત ચપલા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ, મોબાઇલ ફોન સહિત રૂ. ૧૭,૨૫૭નો મુદ્દામાલ કબજે કરી દારૂ સપ્લાય કરનાર બે શખ્સોની શોધખોળ શરૂ કરી છે.

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન કાલિકા પ્લોટ વિસ્તારમાં એક યુવક શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટિકની થેલી સાથે ઉભેલો જોવા મળ્યો હતો. જેથી થેળીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની ૧૮૦ મીલી. ની સાત નંગ બોટલ કિ.રૂ.૨,૨૫૭/- મળી આવી હતી. આ સાથે પોલીસે આરોપી જીલભાઈ પરાગભાઈ મણીયાર ઉવ.૧૯ રહે. કાલિકા પ્લોટ પેનાસોનિક વાળી શેરી મોરબી વાળાની અટક કરી હતી.

પોલીસે દારૂ ઉપરાંત એક સેમસંગ મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૧૭,૨૫૭નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે પકડાયેલ આરોપીની પૂછપરછ દરમિયાન આરોપીએ દારૂ તેના પિતા પરાગભાઈ દિનેશભાઇ મણીયાર અને અન્ય એક શખ્સ આરોપી સમીરભાઈ પલેજા રહે.મોરબી વાળા પાસેથી વેચાણ માટે મેળવ્યો હોવાની કબૂલાત આપતા, પોલીસે તે બંને આરોપીને ફરાર જાહેર કરી ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!