મોરબી: હાલમાં સમગ્ર મોરબી જીલ્લામાં પ્રાથમિક શિક્ષકો દ્વારા ભારત સરકારના જનગણના અધિનિયમ -૧૯૪૮ ની જોગવાઈ મુજબ તારીખ-૦૧ જૂન ૨૦૨૬ થી ગણતરીદારો અને સુપરવાઇઝર દ્વારા ફિલ્ડમાં જઈને વસ્તી ગણતરી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવેલ છે. જનગણના અધિનિયમ – ૧૯૪૮ ની કલમ- ૧૫ એ મુજબ વસ્તી ગણતરીની કામગીરી કરતા કોઈપણ કર્મચારીએ વસ્તી ગણતરીની ફરજ પર વિતાવેલા સમયગાળાને તેમની મૂળ કચેરીના ફરજ ઉપર ગણવા બાબતે જોગવાઈ કરવામાં આવેલ છે.
મોરબી જીલ્લામાં અસહ્ય ગરમીમાં શિક્ષકો શેરીએ શેરીએ ફરી જન ગણના ઘરને નંબર આપીને નઝરી નકશો બનાવવા કાર્યનું ઘરે ઘરે જઈ વસ્તીગણતરીની ૩૪ કોલમની ઓનલાઈન એન્ટ્રી કરવાનું ખૂબ કઠિન કામ શાળામાં શિક્ષક તરીકેની ફરજ સાથે સમય મર્યાદામાં કરવું મુશ્કેલ હોય ઉપરોક્ત જોગવાઈ અનુસાર વસ્તી ગણતરીની કામગીરી સાથે જોડાયેલ શિક્ષકો સમય મર્યાદામાં તેમનું કામ પૂરું કરી શકે તે માટે ઉપરોક્ત જોગવાઈઓ અન્વયે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત, કલેકટર – મોરબી, ચાર્જ અધિકારી વસ્તી ગણતરી મહાનગરપાલિકા- મોરબી વગેરે વિવિધ કક્ષાએ ઓન ડ્યુટી આપવા શૈક્ષિક મહાસંઘ-મોરબી દ્વારા રજુઆત કરવામાં આવેલ છે.






