હળવદ તાલુકાના ગોલાસણ ગામે ૨૯ વર્ષીય યુવતીએ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાને લઈને હળવદ પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.
હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેતા હિનાબેન દિલીપભાઈ મહેડું ઉવ. ૨૯એ પોતાના રહેણાક મકાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવની જાણ થતાં પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. મૃત્યુના બનાવ અંગે મૃતકના પિતા દિલીપભાઈ દાદુભાઈ મહેડુંએ પોલીસને જાણ કરી હતી. હાલ હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી, આપઘાત પાછળનું કારણ જાણવા વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.






