મોરબીના રવાપર જૂના ગામમાં રામજી મંદિર પાછળની શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સોને સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે રોકડા રૂ.૨૨,૫૦૦/- સહિતનો મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપી સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે રવાપર જૂના ગામમાં રામજી મંદિર પાછળની શેરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા જીતેન્દ્રભાઈ ડાયાભાઈ ચાડમીયા ઉવ.૪૮ રહે.રામજી મંદિર પાસે રવાપર ગામ મોરબી, લખમણભાઈ વાલજીભાઈ માકાસણા ઉવ.૫૨ રહે.ચિત્રકૂટ સોસાયટી ધુનડા રોડ રવાપર મોરબી, તનસુખભાઈ જેમલભાઈ વાછાણી ઉવ.૫૨ રહે.શિવ એપાર્ટમેન્ટ ગોલ્ડન માર્કેટ પાછળ મોરબી, ભરતભાઈ અખાભાઈ સુથાર ઉવ.૪૨ રહે.શ્રી કૃપા સોસાયટી, હનુમાનજી મંદિર સામે ધુનડા રોડ મોરબી, રાકેશભાઈ જીવરાજભાઈ લો ઉવ.૩૫ રહે.ચિત્રકૂટ સોસાયટી ગોલ્ડન માર્કેટ પાછળ મોરબી તથા સંજયભાઈ ચતુરભાઈ કાસુન્દ્રા ઉવ.૪૦ રહે.ચિત્રકૂટ સોસાયટી ધુનડા રોડ મોરબી વાળાને પોલીસે રોકડા રૂ.૨૨,૫૦૦/- સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ સાથે પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.






