Thursday, June 18, 2026
HomeGujaratહળવદના ઘનશ્યામપુર ગામના તળાવમાં ડૂબી જતા બનાસકાંઠાના યુવકનું મોત

હળવદના ઘનશ્યામપુર ગામના તળાવમાં ડૂબી જતા બનાસકાંઠાના યુવકનું મોત

હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામના તળાવમાં નાહવા ગયેલા બનાસકાંઠા જીલ્લાના ૨૫ વર્ષીય યુવકનું પગ લપસતા પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત થયું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો મુજબ, બનાસકાંઠા જીલ્લાના ડિસા તાલુકાના ગંજીપુરા-ગવાડી વિસ્તારના રહેવાસી નઈમહૈદર સલાઉદિન ફકીર ઉવ.૨૫ ગઈકાલે તા.૧૭ જૂનના રોજ સાંજે ઘનશ્યામપુર ગામના તળાવમાં નાહવા ગયા હતા. તે દરમિયાન અચાનક તેમનો પગ લપસતા તેઓ તળાવના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ દોડી આવી હતી. જોકે યુવકને બચાવી શકાયો ન હતો અને તેનું મોત નીપજ્યું હતું. હાલ મૃત્યુના બનાવ અંગે હળવદ પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!