મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડી વર્લી ફીચર્સના આંકડાનો જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે રોકડ રકમ, મોબાઇલ ફોન અને જુગાર રમવાના સાહિત્ય સહિત કુલ રૂ.૧૪,૭૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે, જ્યારે ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે લીલાપર રોડ, રામેશ્વર કારખાના નજીક, નવલખી રોડ અને શનાળા સીએનજી પંપ નજીક અલગ-અલગ ચાર સ્થળોએ રેઇડ કરી વર્લી મટકાના આંકડાનો જુગાર રમી રમાડતા શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં પ્રથમ રેઇડમાં લીલાપર રોડ ચાર માળીયા આવાસ સામે આરોપી વિષ્ણુભાઈ નારણભાઈ કગથરા ઉવ.૩૧ રહે. નિલકમલ સોસાયટી લીલાપર રોડ મોરબી વાળાને વર્લી ફીચર્સના આંકડા મોબાઇલ મારફતે આરોપી મેહુલભાઈ જીલુભાઈ પાટડીયાને મોકલી પૈસાની હારજીતનો જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યો હતો. તેમની પાસેથી એક મોબાઇલ અને રોકડ મળી કુલ રૂ.૪,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી મેહુલભાઈ પાટડીયા સ્થાકે ઉઓર હાજર ન મળી આવતા તેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.
જ્યારે બીજી રેઇડ લીલાપર રોડ રામેશ્વર કારખાના નજીકથી આરોપી મેહુલભાઈ જીલાભાઈ વાલજીભાઈ પાટડીયા ઉવ.૨૨ રહે. લીલાપર રોડ મોરબી મૂળ વતન માણાબા ગામ તા.માળીયા(મી) વાળો તેના ભાગીદાર આરોપી અશ્વિનભાઈ મનુભાઈ વાઘાણીના કહેવાથી વર્લી મટકાના આંકડા કપાત કરાવતા ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી મોબાઇલ અને રોકડ મળી કુલ રૂ.૭,૨૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસની રેઇડ દરમિયાન આરોપી અશ્વિનભાઈ મનુભાઈ વાઘાણી અને રાજુભાઈ કોળી હાજર નહિ મળી આવતા તે બંનેને ફરાર જાહેર કરવામાં આવ્યા છે.
જુગારની ત્રીજી રેઇડમાં નવલખી રોડ વિસ્તારમાંથી આરોપી હરેશભાઈ પુરણભાઈ થાવરાણી ઉવ.૪૦ રહે. લાયન્સનગર નવલખી રોડ મોરબી વાળાને વર્લી ફીચર્સના આંકડા લખેલી ચિઠ્ઠી બોલપેન અને રોકડ રૂ.૨,૭૫૦/-સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપીની પૂછતાછમાં તેઓ આરોપી કિશનભાઈ ખીટ પાસે વર્લીના આંકડાનું કપાત કરાવતો હોવાનું જણાવતા, તે આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
આ ઉપરાંત ચોથી રેઇડમાં શનાળા સીએનજી પંપ નજીકથી આરોપી હરેશભાઈ થાવરાણીને ફરી એક અલગ કેસમાં વર્લી મટકાનો જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી વર્લી ફીચર્સના આંકડાનો જુગાર રમવાનું સાહિત્ય તથા રોકડા રૂ.૨૫૦ મળી આવ્યા હતા. આરોપી હરેશભાઇ વર્લી ફિચર્સના આકડાનું કપાત અન્ય આરોપી અકીલભાઈ ઈરફાનભાઈ અજમેરી રહે.મોરબી વાળા પાસે કરાવતો હતો. રેઇડ દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા તેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. હાલ સીટી એ ડિવિઝન પોલીસે ચારેય કેસોમાં આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.






