હળવદ પોલીસને અલગ-અલગ બાતમીના આધારે કીડી અને ટીકર ગામની સીમમાં દરોડા દરમિયાન કુલ ૬૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો મળી આવ્યો હતો. બંને દરોડામાં આરોપીઓ હાજર નહીં મળી આવતા હળવદ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેઓને પકડી લેવા આગળની તપાસ ચલાવી છે.
હળવદ પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કીડી ગામે આરોપી ભરત અવચરભાઈ કોળીની વાડી પાસે બાવળની કાંટમાં દરોડો પાડતા ૫૦ લીટરના ચાર કેરબામાં ભરેલો ૨૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો મળી આવ્યો હતો. જોકે આરોપી સ્થળ ઉપર હાજર નહીં મળી આવતા તેને ફરાર નહેર કર્યો છે. જ્યારે બીજા દરોડામાં ટીકર ગામે ગુંદરાણી તળાવની પાળ પાસે બાવળની કાંટમાં આરોપી નરેશભાઈ ધરમશીભાઈ કોળી રહે.ટીકર તા.હળવદ વાળાના કબજામાંથી ૨૦૦ લીટરના બે બેરલમાં ભરેલો ૪૦૦ લીટર ઠંડો આથો મળી આવ્યો હતો. બંને સ્થળેથી સેમ્પલ લઈ પોલીસે કુલ ૬૦૦ લીટર આથાનો સ્થળ પર જ નાશ કરી પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓને ફરાર જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.






