Wednesday, July 1, 2026
HomeGujaratવ્યાજખોરી કેસમાં ૧૦.૪૯ લાખનો મુદ્દામાલ પરત કરતી વાંકાનેર તાલુકા પોલીસ

વ્યાજખોરી કેસમાં ૧૦.૪૯ લાખનો મુદ્દામાલ પરત કરતી વાંકાનેર તાલુકા પોલીસ

વ્યાજ પેટે પડાવી લીધેલ સ્વીફ્ટ કાર, સ્પ્લેન્ડર બાઈક અને ૮૯.૯૩ ગ્રામ સોનાના દાગીના રિકવર કરી મૂળ માલિકને પરત કર્યા.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વ્યાજખોરીના ગુનામાં આરોપીઓ પાસેથી રૂ.૧૦.૪૯ લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. જેમાં સ્વીફ્ટ કાર, સ્પ્લેન્ડર મોટરસાયકલ અને ૮૯.૯૩ ગ્રામ સોનાના ઘરેણાં નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ફરિયાદી અને સાક્ષીઓને મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યો હતો.

વાંકાનેર તાલુકા પોલીસમાં ગત તા.૩૧/૦૫/૨૦૨૬ના રોજ રાતાવીરડા ગામના પ્રવિણભાઈ હરખાભાઈ ઉકેડીયાએ વ્યાજખોરી અંગે ફરિયાદ નોંધાવતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન અન્ય બે સાક્ષીઓના નિવેદનોના આધારે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓએ વ્યાજના બદલામાં ફરિયાદી પાસેથી સ્પ્લેન્ડર મોટરસાયકલ તેમજ એક સાક્ષી પાસેથી સ્વીફ્ટ કાર અને ફરિયાદી તથા બંને સાક્ષીઓના કુલ ૮૯.૯૩ ગ્રામ સોનાના ઘરેણાં પડાવી લીધા હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ પોલીસે તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી કુલ રૂ.૧૦,૪૯,૪૪૦/-નો મુદ્દામાલ રિકવર કરી કબ્જે લીધો હતો. જે બાદમાં નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ આ મુદ્દામાલ ફરિયાદી અને સાક્ષીઓને પરત સોંપી વાંકાનેર તાલુકા પોલીસે સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલિસ પ્રજાની મિત્ર છે તે સૂત્ર સાર્થક કર્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!