બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જુલેખાબેન કરીમભાઇ સામતાણી (ઉ.વ.૪૦, રહે.હાકમશાહપીરની દરગાહ પાસે, માળીયા (મી.)) નામના મહિલાએ આરોપી અવેશભાઇ સુભાનભાઇ મોવર(રહે.માળીયા(મી.)) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના દિકરા હુશેન તથા આરોપી અવેશ સેન્ટીગ કામની મજુરીકામ કરતા હોય અને જે મજુરી કામના પૈસા બાબતે અગાઉ બોલાચાલી થયેલ હોય જે બાબતેનું આરોપીએ મનદુઃખ રાખીને ગઈકાલે તારીખ ૩૦નાં રોજ સવારનાં અગીયાર વાગ્યાના અરસામા માળીયાની મેઈન બજારમાં એમનાબેનની દુકાન નજીક ફરીયાદીનાં દિકરાને ગાળો આપી ઝગડો કરી આરોપીએ તેના પાસેની છરી વડે ફરીયાદીના દિકરાને કાનના ભાગે તથા છાતીના ભાગે તથા જમણા પડખે છરીના ઘા મારી ગંભીર જીવલેણ ઈજા કરી નાશી છૂટ્યો હતો. બનાવની ફરિયાદનાં આધારે માળીયા(મી.) પોલીસે આરોપી સામે કલમ ૩૨૬, ૩૨૪, ૫૦૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.