મોરબીના લક્ષ્મીનગર નજીક ગુરુકુળ પાસે ઉલ્ટી થતાં ગળામાં શ્વાસ રૂંધાઈ જતાં ૭ વર્ષીય બાળકનું કરુણ મોત નીપજ્યું હતું. હાલ તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના લક્ષ્મીનગર વિસ્તારમાં ગુરુકુળ પાસે આવેલી પ્રભુભાઈ શેઠની વાડીમાં રહેતા પીન્કીભાઈ રવીભાઈ દુડવે ઉવ.૭ને ગઈકાલ તા.૦૭/૦૭ના રોજ મંગળવારે સવારે અચાનક ઉલ્ટી થઈ હતી. ઉલ્ટી બાદ ગળામાં શ્વાસ રૂંધાઈ જતાં બાળક બેભાન થઈ ગયો હતો. જેથી મૃતકના પિતા રવિભાઈ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેને મોરબીની સરકારી હોસ્પિટલમાં લાવતા, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મરણ નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.






