મોરબીના રાજપર-ચાંચાપર રોડ પર આવેલ સદગુરુ કોટન પ્રાઇવેટ લિમિટેડ કારખાનાની લેબર કોલોનીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના ૨૪ વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. હાલ તાલુકા પોલીસે અ.મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના રાજપર-ચાંચાપર રોડ પર રબારી કોલોની સામે આવેલ સદગુરુ કોટન પ્રાઇવેટ લિમિટેડની લેબર કોલોનીમાં રહેતા કમલેશ રકસિંહ મંડલોઈ ઉવ.૨૪ રહે. મૂળ અલીરાજપુર (મધ્યપ્રદેશ)ના વતનીએ પોતાના રૂમની બાજુમાં આવેલા ખાલી રૂમમાં છતના લોખંડના હુક સાથે પ્લાસ્ટિકની દોરી બાંધી ગળેફાંસો ખાઈ લેતા તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે તેમના ભાઈ કુવરસિંહ મંડલોઈ પાસેથી તાલુકા પોલીસે જરૂરી વિગતો મેળવી અ.મોત રજીસ્ટર કરી છે.






