Thursday, July 9, 2026
HomeGujaratમોરબીના વીસીપરામાં દૂધના વેપારી પર પંચથી હુમલો, પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબીના વીસીપરામાં દૂધના વેપારી પર પંચથી હુમલો, પોલીસ ફરિયાદ નોંધાઈ

કોઈ કારણ વગર ચાલુ બાઈકે યુવકના કાન પર તીક્ષ્ણ હથિયારથી હુમલો, સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો.

- Advertisement -
- Advertisement -

મોરબીના વીસીપરા વિસ્તારમાં દૂધ વેચાણનો ધંધો કરતો યુવક મોટર સાયકલ ઉપર જઈ રહ્યો હોય ત્યારે વીસીપરા વિસ્તારમાં રહેતા માથાભારે શખ્સ દ્વારા કોઈ કારણ વગર પંચ જેવા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં લાવતા જ્યાં કાનમાં ટાંકા લેવા પડ્યા હતા. હાલ ભોગ બનનારની ફરિયાદને આધારે બી ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, મોરબી શહેરના મહેન્દ્રપરા વિસ્તારમાં ઘાંચી શેરીમાં રહેતા અને દૂધ વેચાણનો વેપાર કરતા રમેશભાઈ ભોજાભાઈ ટોયટા ઉવ.૩૫એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ ગત ૭જુલાઈની રાત્રે દૂધ આપવા માટે બાઈક લઈને નીકળ્યા હતા. દરમિયાન વીસીપરા મેઈન રોડ પર હનુમાનજી મંદિર નજીક પહોંચતા સામેથી આવેલા આરોપી સુખદેવસિંહ મંગલસિંહ રાજપૂત (સરદાર) રહે.વીસીપરા વાળાએ કોઈ કારણ વગર ચાલુ બાઈક ઉપર જ તેમના ડાબા કાનના ભાગે હાથમાં પહેરવાના પંચ જેવા તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો.

હુમલામાં રમેશભાઈના કાનમાંથી લોહી નીકળતાં તેમને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને કાનમાં ટાંકા લેવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે આરોપી સુખદેવસિંહ મંગલસિંહ રાજપૂત રહે. ગુલાબનગર વીસીપરા મોરબી વાળા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!