હળવદ પોલીસ ટીમને મળેલ બાતમી હકિકત આધારે કિડી ગામે આરોપી રણજીતસિંહ અજીતસિંહ ઝાલા રહે ગામ કીડી તા.હળવદ વાળાની વાડીએ જુગાર અંગે રેઇડ કરી હતી. જ્યાં તીનપત્તિનો જુગાર રમતા રણજીતસિંહ અજીતસિંહ ઝાલા, લખનસિંહ બટુકસિંહ ઝાલા, રાણાભાઇ વિરમભાઈ ઉઘરેજા, દશરથસિંહ મનહરસિંહ ઝાલા, મુકેશભાઇ જાદવજીભાઈ ફુલતરીયા પાંચેય રહે.ગામ કીડી તા.હળવદ તથા રમેશભાઈ બચુભાઇ મહાલીયા રહે.ગામ ખોડ તા.હળવદ વાળાને કુલ રોકડ રકમ રૂ.૫૬,૬૦૦/- ના મુદામાલ સાથે પકડી જુગાર ધારા મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.






