Friday, July 24, 2026
HomeGujaratવાંકાનેરના પાડધરા ચોકડી નજીક દારૂના ૪૮ ચપલા સાથે એક ઝડપાયો, સપ્લાયરનું નામ...

વાંકાનેરના પાડધરા ચોકડી નજીક દારૂના ૪૮ ચપલા સાથે એક ઝડપાયો, સપ્લાયરનું નામ ખુલ્યું

વાંકાનેર તાલુકા પોલીસે પાડધરા ચોકડી નજીકથી રૂ.૪,૮૦૦ના વિદેશી દારૂના ૪૮ ચપલા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. પકડાયેલ આરોપીની પૂછપરછમાં જામસરના શખ્સે દારૂનો જથ્થો આપ્યો હોવાનું સામે આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પાડધરા ચોકડીથી મકતાનપર જવાના માર્ગ પર આદર્શ સ્ટોન સામે રોડ પર પ્લાસ્ટિકના બાચકા સાથે ઉભેલા શખ્સને રોકી તેની તલાશી લેતા બાચકામાંથી વિદેશી દારૂની ૧૮૦મીલી. બ્લેક જગુઆર પ્રીમિયમ વ્હિસ્કીની ૪૮ બોટલ કિ.રૂ.૪,૮૦૦/- મળી આવી હતી. આ સાથે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી અક્ષયભાઈ જગદીશભાઈ કુણપરા ઉવ.૨૫ રહે.ગામ પંલાસ તા.વાંકાનેર વાળાની અટકાયત કરી હતી. આરોપીની સઘન પૂછતાછમાં આરોપીએ આ દારૂ જામસર ગામના મુકેશ મનસુખભાઈ દંતેસેરિયા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા, પોલીસે તેને આ કેસમાં વોન્ટેડ જાહેર કરી બન્ને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!