Tuesday, August 4, 2026
HomeGujaratસ્વાતંત્ર્ય પર્વે મોરબીમાં શ્રેષ્ઠ નાગરિકો, ટ્રસ્ટ અને સંસ્થાઓનું સન્માન કરાશે

સ્વાતંત્ર્ય પર્વે મોરબીમાં શ્રેષ્ઠ નાગરિકો, ટ્રસ્ટ અને સંસ્થાઓનું સન્માન કરાશે

ઈચ્છુકોએ ૧૦ ઓગસ્ટ, ૨૦૨૬ના બપોરે ૨ વાગ્યા સુધીમાં ઓનલાઇન લિંકના માધ્યમથી પોતાનું નોમિનેશન નોંધાવવાનું રહેશે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રતિ વર્ષ રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે જીલ્લામાં પ્રશંસનીય અને શ્રેષ્ઠ કામગીરી કરનાર સ્થાનિક નાગરિકો, સંસ્થાઓ કે ટ્રસ્ટને સન્માનિત કરવામાં આવે છે. આ પરંપરા મુજબ આગામી ૧૫મી ઓગસ્ટ – સ્વાતંત્ર્ય પર્વની જીલ્લા કક્ષાની ઉજવણીમાં પણ જીલ્લાના વિશિષ્ટ યોગદાન આપનાર મહાનુભાવોનું સન્માન કરવામાં આવશે.

આ સન્માન માટે લાયક નાગરિકો, ટ્રસ્ટ કે સંસ્થાઓનું નોમિનેશન પારદર્શક રીતે ઓનલાઇન માધ્યમથી સ્વીકારવામાં આવશે. મોરબી જીલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર નાગરિકો કે સંસ્થાઓએ ૧૦ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ બપોરે ૨:૦૦ કલાક સુધીમાં ગુગલ ફોર્મ લિંક: https://forms.gle/wGyYZoV9LWm41RVW7 ના માધ્યમથી પોતાની સંપૂર્ણ વિગતો ભરીને સબમિટ કરવાની રહેશે. નિયત સમયમર્યાદામાં પોતાનું રજિસ્ટ્રેશન પૂર્ણ કરવા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે, તેમ જીલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!