વાંકાનેર સીટી પોલીસે બાતમીના આધારે ગાયત્રી મંદિર પાસે મફતીયાપરા વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા સુરેશભાઈ વશરામભાઈ ગર ઉવ.૨૩ રહે. ગાયત્રી મંદિર પાસે મફતીયાપરા વાંકાનેર, મહેશભાઈ ધીરૂભાઈ સંઘાર ઉવ.૩૫ રહે. વેલનાથપરા શેરી રાજકોટ-મોરબી રોડ રાજકોટ, આકાશભાઈ ઉર્ફે કાનો નારણભાઈ જોગીયાણી ઉવ.૩૦ રહે. ગાયત્રી મંદિર પાસે મફતીયાપરા વાંકાનેર, સાગરભાઈ કેશાભાઈ વિકાણી ઉવ.૩૧ રહે.ગાયત્રી મંદિર પાસે મફતીયાપરા વાંકાનેર અને લાલો ગોરધનભાઈ જોગીયાણી ઉવ.૨૭ રહે. કાલિકા પ્લોટ મોરબી વાળાને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.૧૦,૨૦૦/- સહિતનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગરધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






