મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજરાત પશુ ક્રૂરતા અધિનિયમના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસને સોંપ્યો છે.
મોરબી એસઓજી ટીમને બાતમી મળી હતી કે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુજરાત પશુ ક્રૂરતા અધિનિયમની તેમજ પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમની વિવિધ કલમો મુજબના ગુનામાં વોન્ટેડ આરોપી મોટી મોલડી ગામે આવ્યો છે.બાતમીના આધારે SOGની ટીમે મોટી મોલડી ગામે હડમાપાણીની તળાવડી પાસે કુંડપાડામાં દરોડો પાડી આરોપી વિજય ઉર્ફે ગાંડો ધ્યાભાઈ સિંધવ (ઉ.વ. ૨૧), મૂળ વતન મોટી મોલડી, તા. ચોટીલા, જિ. સુરેન્દ્રનગર. હાલ રહે. અંબિકા હોટલ પાછળ, વાંકાનેર રોડ, મોરબી)વાળાને ઝડપી લીધો હતો. ત્યારબાદ તેને વધુ કાયદેસરની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.






