Friday, August 7, 2026
HomeGujaratમોરબી: મકાન પોતાના નામે કરાવવા ૯૦ વર્ષીય માતા ઉપર પુત્ર-પુત્રવધુએ હુમલો કર્યો

મોરબી: મકાન પોતાના નામે કરાવવા ૯૦ વર્ષીય માતા ઉપર પુત્ર-પુત્રવધુએ હુમલો કર્યો

મકાન ખાલી કરી અન્યત્ર રહેવા જવા દબાણ કરી આપી જાનથી મારી નાખવાની ધમકી.

- Advertisement -
- Advertisement -

મોરબીના વીસીપરા વિસ્તારમાં આંબેડકર કોલોનીમાં ૯૦ વર્ષીય વૃદ્ધાએ પોતાના દીકરા અને પુત્રવધુ સામે મકાન તેમના નામે કરાવવા દબાણ, મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ત્યારે સમગ્ર બનાવ મામલે પોલીસે આરોપી પુત્ર-પુત્રવધુ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મોરબીના વીસીપરામાં ચાર ગોદામ પાછળ આવેલી આંબેડકર કોલોની શેરી નં.૪માં હેતા ૯૦ વર્ષીય પુરીબેન વિરાભાઈ ચાવડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમનો દીકરો આરોપી રામજીભાઈ વીરાભાઈ ચાવડા અને પુત્રવધુ ભાનુબેન વીરાભાઈ ચાવડા આફ્રિકાથી ઘરે આવ્યા બાદ મકાન તેમના નામે કરી આપવા તેમજ ઘર ખાલી કરવાની માંગ કરી હતી. જેથી વૃદ્ધાએ ઇનકાર કરતાં બંનેએ ગાળો આપી, ઝપાઝપી કરીને માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન બૂમાબૂમ થતા પાડોશમાં રહેતા પરિવારજનો અને પડોશીઓ દોડી આવી વૃદ્ધાને વધુ મારથી છોડાવ્યા હતા. ત્યારે બનાવ અંગે પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!