મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા ૫૮ વર્ષીય મહિલાને આચકી આવતાં પડી જવાથી ગંભીર ઇજા પહોંચી હતી. જેને મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મોરબીના વીસીપરા ભીમરાવનગર શેતી નં.૩માં રહેતા લીલાબેન જગદીશભાઈ ચૌહાણ ઉવ.૫૮ને આચકીની તકલીફ હોવાથી ગત ૫ ઓગસ્ટના રોજ સાંજે આચકી આવતાં તેઓ પડી ગયા હતા. જેથી પ્રથમ તેમને મોરબી સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






