વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામે રહેતા ૨૫ વર્ષીય પરિણીતાને પેશાબમાં લોહી અને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ સારવાર દરમિયાન આંચકી આવતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેણીનું મોત નીપજ્યું હતું.
વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામે રહેતા મૂળ થાનગઢ જી.સુરેન્દ્રનગરના વતની રવીનાબેન કિશનભાઈ માંધડ ઉવ.૨૫ને પેશાબમાં લોહી આવતા પેટમાં દુખાવાની ફરિયાદ થતાં વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં ઇન્જેક્શન આપી બોટલ ચડાવતી વખતે તેમને આંચકી આવતાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ત્યારે બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.






