૧૭, ૨૪, ૩૧ અને ૭ સપ્ટેમ્બરના સોમવાર તેમજ ૪ સપ્ટેમ્બરે માંસાહારી વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ.
મોરબી મહાનગરપાલિકા દ્વારા પવિત્ર શ્રાવણ માસના સોમવાર અને જન્માષ્ટમીના પર્વને લઈ શહેર વિસ્તારમાં આવેલા તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચિકનના વેચાણ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
મોરબી મહાનગરપાલિકા કમિશનર સંગીતા રૈયાણી દ્વારા જાહેરનામું બહાર પાડીને આગામી તા.૧૭ ઓગસ્ટ, ૨૪ ઓગસ્ટ, ૩૧ ઓગસ્ટ અને ૭ સપ્ટેમ્બરના શ્રાવણ માસના સોમવાર નિમિત્તે કતલખાનાઓ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તા. ૪ સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે પણ મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચિકનના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
મહાનગરપાલિકા દ્વારા સંબંધિત તમામ વેપારીઓ અને સંચાલકોને જાહેરનામા અંગે ચુસ્તપણે અમલવારી કરવા સૂચના આપવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે જી.પી.એમ.સી. એક્ટની કલમો હેઠળ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.






