માળીયા(મી) તાલુકાના નાના દહીંસરા ગામના પાટિયા નજીક રેલવે પાટા પર રેલવે એન્જિનની હડફેટે ૫૫ વર્ષીય પ્રૌઢનું ગંભીર ઇજાઓના કારણે મોત નીપજ્યું હતું.
અપમૃત્યુ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર, ગત તા.૧૪ ઓગસ્ટના સાંજના સમયે નાના દહીંસરા ગામના પાટિયા પાસે વાસુકી કોલની સામે ગોરાભાઈ ખેતાભાઈ અખીયાણી ઉવ.૫૫ રહે.ત્રંબો વાડી વિસ્તાર તા.રાપર કચ્છ મૂળ રહે. નાની રવ ગામ તા.રાપર કચ્છ વાળા જાજરૂ જવા રેલવે પાટા તરફ ગયા હતા. ત્યારે ગોરાભાઈને બંને કાને બહેરાશ હોવાથી રેલવે એન્જિન આવ્યાની જાણ ન થતાં તેની હડફેટે આવી ગયા હતા. જેથી તેઓને માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત થયું હતું. બનાવ અંગે માળીયા(મી) પોલીસે અ.મોત નોંધી તપાસ હાથ ધરી છે.






