મોરબી તાલુકાના ખારચીયા ગામની સીમમાં કૂવામાં ન્હાવા પડેલા ૧૫ વર્ષીય સગીરનું કોઈ કારણોસર પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું.
અપમૃત્યુ અંગે મળતી વિગતો અનુસાર, ખારચીયા ગામે રહેતા વેદ નિલેશભાઈ બોપલીયા ઉવ.૧૫ ગઈકાલ તા.૧૫/૦૮ના રોજ કૂવામાં ન્હાવા પડ્યા હતા. દરમિયાન પાણીમાં ડૂબી જતાં તેમનું મોત નીપજ્યું હતું. મૃતદેહને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. મૃત્યુના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મરણ નોંધ કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.






