વાંકાનેર બાઉન્ડ્રી નજીકની હોટલના રૂમમાં સાત-આઠ દિવસથી રોકાયેલા ૪૮ વર્ષીય રાજકોટના આધેડનું કોઈ અગમ્ય કારણોસર મોત નીપજેલી હાલતમાં મળી આવતા પોલીસે અ.મોત નોંધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદ-રાજકોટ હાઇવે પર વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલી દ્વારકાધીશ હોટલના રૂમ નં. ૧૦૯માં રામજીભાઈ ભલગામડીયા ઉવ.૪૮ રહે. બેટી રામપરા રાજકોટ વાળા રોકાયા હતા. ત્યારે ગઈકાલ તા.૧૫ ઓગસ્ટના રોજ તેઓ રૂમમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા અને તપાસ દરમિયાન મૃત હોવાનું જણાયું હતું. મોતનું ચોક્કસ કારણ હાલ અકબંધ છે. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ.મોત નોંધી તપાસ હાથ ધરી છે.






