હદપારીના હુકમનો ભંગ કરનાર મહિલાને મોરબી એસઓજીએ ઝડપી પાડી.
મોરબી સહિત છ જીલ્લામાંથી છ માસ માટે હદપાર કરાયેલી મહિલા હદપારીના હુકમનો ભંગ કરી ઢુવા ચોકડી વિસ્તારમાં મળી આવતા મોરબી એસઓજી ટીમે તેને ઝડપી પાડી હતી.
પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ-ભુજ તથા મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને એસઓજી પીઆઇના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમ કાર્યરત હોય તે દરમિયાન વાંકાનેરના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, જામનગર અને કચ્છ-ભુજ સહિત કુલ છ જીલ્લાની હદમાંથી છ માસ માટે હદપાર કરાયેલી માનુબેન રાયસીંગ કેશુભાઈ વાઘેલા ઉવ.૩૦ રહે. ઢુવા ગામની સીમ ભવાની કાંટા પાસે તા. વાંકાનેર મૂળ રહે. રૈયાધાર રાજકોટ વાળી વાંકાનેર તાલુકાના ઢુવા ચોકડી સસ્તા બજાર પાસેથી મળી આવી હતી. ત્યારે હદપારીના હુકમનો ભંગ કરનાર મહિલાને ઝડપી પાડી એસઓજી ટીમે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.






