મોરબીના લક્ષ્મીનગર વિસ્તારમાં ખેતરમાં પાણી ભરેલી તલાવડીમાં ડૂબી જતા ૩૧ વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
મળતી વિગત મુજબ, અજયભાઈ પોપટભાઈ રાઠોડ ઉવ.૩૧ રહે. લક્ષ્મીનગર ચુનીભાઈ કાસુંદ્રાની વાડી તા.જી.મોરબી વાળા પોતાના ખેતરમાં હતા ત્યારે પાણી ભરેલી ખેત તલાવડીમાં ડૂબી ગયા હતા. બનાવમાં તેમનું મોત નીપજતાં પિતા પોપટભાઈ રાઠોડ તેમને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મરણ નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.






