Saturday, September 26, 2026
HomeGujaratમોરબી જીલ્લામાં 'યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭' અંતર્ગત ૦૯ ઓક્ટોબર, ૨૦૨૬ અરજી કરી શકાશે

મોરબી જીલ્લામાં ‘યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭’ અંતર્ગત ૦૯ ઓક્ટોબર, ૨૦૨૬ અરજી કરી શકાશે

૧૫ થી ૨૯ વર્ષના યુવાનો લોકનૃત્ય, લોકગીત, ચિત્રકલા, કાવ્ય લેખન અને શેરી નાટક જેવી સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં યુવા કલા-પ્રતિભાઓને બિરદાવવા અને પ્રોત્સાહિત કરવાના હેતુથી ગુજરાત સરકારના રમતગમત, યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા ‘યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭’ નું આયોજન કરવામાં આવ્યું છે.

૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ ની સ્થિતિએ ૧૫ થી ૨૯ વર્ષની વયજૂથ ધરાવતા યુવાનો માટે યોજાનાર આ સ્પર્ધામાં ‘વિકસિત ભારત સાંસ્કૃતિક ટ્રેક’ હેઠળ ખુલ્લા વિભાગમાં લોકનૃત્ય, લોકગીત, ચિત્રકામ, કવિતા લેખન અને નુક્કડ નાટક (શેરી નાટક) જેવી વિધવિધ કૃતિઓનો સમાવેશ કરાયો છે. સ્થાનિક કક્ષાએથી પસંદગી પામીને વિજેતા બનનાર કલાકારોને રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે પોતાની કલા રજૂ કરવાનો મંચ મળશે.

આ સ્પર્ધામાં લોકનૃત્ય અને લોકગીત સ્પર્ધા માટે ૫ થી ૮ મિનિટનો સમય તેમજ ૭-૭ મુખ્ય સ્પર્ધક અને ૩ સહાયક સાથે કુલ ૧૦ સભ્યોની ટીમ ભાગ લઈ શકશે. આ ઉપરાંત, ૬ કલાકની સમય મર્યાદા ધરાવતી ચિત્રકામ સ્પર્ધા અને ૯૦ મિનિટની કવિતા લેખન સ્પર્ધામાં ૧ સ્પર્ધક ભાગ લઈ શકશે. જ્યારે ૭ મિનિટની સમય મર્યાદા ધરાવતા નુક્કડ નાટક (શેરી નાટક) માટે ૧૦ સ્પર્ધકોની ટીમ ભાગ લઈ શકશે.

સ્પર્ધામાં ભાગ લેવા માટે ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમૂનાનું ફોર્મ, આધાર કાર્ડની નકલ તથા બેંક પાસબુકની નકલ સાથે રાખી તારીખ ૦૯/૧૦/૨૦૨૬ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં લાલબાગ સ્થિત તાલુકા સેવા સદન ખાતે આવેલી જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી (રૂમ નં. ૨૩૬/૨૫૭, ૨જો માળ) ખાતે રૂબરૂ ફોર્મ જમા કરાવવાનું રહેશે.

નિયત સમયમર્યાદા બાદ આવેલ કે અધૂરી વિગતો ધરાવતા ફોર્મ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં, જેની નોંધ લેવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!