Sunday, September 27, 2026
HomeGujaratમોરબીમાં સામાજિક કાર્યકર અને તેના ભાઈ ઉપર હુમલાની ઘટનાએ ચકચાર મચાવ્યો

મોરબીમાં સામાજિક કાર્યકર અને તેના ભાઈ ઉપર હુમલાની ઘટનાએ ચકચાર મચાવ્યો

મોટરસાયકલ ન આપવાનો ખાર રાખી યુવકનું અપહરણ કરી મારકૂટ, લૂંટ અને ખંડણી વસૂલી.

- Advertisement -
- Advertisement -

યુવકને અલગ-અલગ સ્થળે લઈ જઈ ધોકાથી માર માર્યો, રૂ.૮ હજાર ઓનલાઈન પડાવ્યા અને મોબાઈલ લઈ લીધો, યુવકના ભાઈ પર પણ છરીથી હુમલો: ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો.

મોરબીમાં સામાજિક કાર્યકર જગદીશભાઈ અને તેના ભાઈ ઉપર ત્રણ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં મોટરસાયકલ આપવાની ના પાડવાનો ખાર રાખી જગદીશભાઇના ભાઈ સંજયભાઈનું ત્રણ શખ્સોએ દિન દહાડે અપહરણ કરી મારકૂટ, ખંડણી અને લૂંટ કરી હતી. સંજયભાઈને અલગ-અલગ સ્થળે લઈ જઈ ધોકા તથા ઢીકાપાટુનો ઢોર માર મારી રૂ.૨૦ હજારની માંગણી કરી રૂ.૮ હજાર ઓનલાઈન પડાવ્યા અને મોબાઈલ લઈ લીધો હતો. બાદમાં જગદીશભાઈ ઉપર પણ છરીથી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી. હાલ ભોગ બનનાર બંને ભાઈઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે મોરબી પોલીસે ત્રણેય શખ્સો સામે અપહરણ, લૂંટ, ખંડણી અને મારકુટ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં અસામાજિક તત્વો દ્વારા કાયદો અને વ્યવસ્થાને પડકારતી ઘટના સામે આવી છે. જેમાં મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા અને મંડપ સર્વિસના ધંધાર્થી સંજયભાઈ ગંગારામભાઈ બાંભણીયા ઉવ.૩૨એ નોંધાવેલી ફરિયાદ મુજબ બે દિવસ અગાઉ કાલિકા પ્લોટમાં રહેતા ઈરફાન કરીમે તેમની પાસે મોટરસાયકલ માગ્યું હતું ત્યારે સંજયભાઈએ મોટરસાયકલ આપવાની ના પાડતા ઈરફાને તેમને જોઈ લેવાની ધમકી આપી હતી. જે બાદ ગઈકાલે તા.૨૬ સપ્ટેમ્બરના બપોરના સમયે સંજયભાઈ મિત્ર સાથે વજેપર ગામના ઝાપા પાસે બેઠા હતા ત્યારે આરોપી ઈરફાન કરીમ, અબ્દુલા ઉર્ફે અબુડી ઉર્ફે બાડો અને યુસુફ મોહમંદભાઈ રતનીયા ત્રણેય કાલિકા પ્લોટ મોરબી વાળા એક એક્સેસ મોપેડ ઉપર ત્યાં આવ્યા હતા અને ત્રણેયે સંજયભાઈને માર મારી ઈરફાનના મોપેડ પર બેસાડી અપહરણ કરી, સંજયભાઈને આલાપ રોડ પરના તુલસી પાર્ક પાસે બાવળની ઝાડીમાં તથા લીલાપર રોડ પર રામાપીર મંદિરથી આગળ લઈ જઈ ઢીકાપાટુ તથા લાકડાના ધોકાથી માર માર્યો હતો.

જે બાદ આરોપીઓએ રૂ.૨૦ હજારની માંગણી કરી હતી. જેથી સંજયભાઈએ તેમના મિત્ર મારફતે આરોપીઓએ મોકલેલા સ્કેનર પર રૂ.૮ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ આરોપી યુસુફે સંજયભાઈનો મોબાઈલ ફોન પડાવી લીધો હતો. આરોપીઓએ પૈસા અને મોબાઈલ લઈ લીધા બાદ પોલીસને જાણ ન કરવા તેમજ જાણ કરીશ તો તેને અને તેમના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી સંજયભાઈની તેના ઘરે ઉતારી ગયા હતા.

બાદમાં સંજયભાઈના ભાઈ જગદીશભાઈ સાથે પણ મારામારી કરી હતી. જેમાં આરોપી અબ્દુલાએ જગદીશભાઈને પકડી રાખ્યા હતા અને ઈરફાને છરી વડે તેમના ખભા, હાથ તથા કમરના નીચેના ભાગે ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ બંને ભાઈઓને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ જગદીશભાઈને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી ઈરફાન કરીમ, અબ્દુલા ઉર્ફે અબુડી ઉર્ફે બાડો અને યુસુફ મોહમંદભાઈ રતનીયા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૯(૪), ૧૪૦(૨), ૧૧૮(૨), ૧૧૫(૨), ૩૫૧(૨), ૩(૫) તથા જીપી એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!