Tuesday, September 29, 2026
HomeGujaratવાંકાનેરની મિલ કોલોનીમાં અસામાજિક પ્રવૃત્તિઓના આક્ષેપ સાથે સ્થાનિકોએ પોલીસ સમક્ષ રક્ષણની માંગ...

વાંકાનેરની મિલ કોલોનીમાં અસામાજિક પ્રવૃત્તિઓના આક્ષેપ સાથે સ્થાનિકોએ પોલીસ સમક્ષ રક્ષણની માંગ કરી.

ઈંગ્લિશ દારૂ, વરલી-મટકા અને વેશ્યાવૃત્તિ સહિતની પ્રવૃત્તિઓથી લોકો કંટાળી માથાભારે શખ્સો સામે કાર્યવાહી કરવાની માંગ.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરની મિલ કોલોની રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં ઈંગ્લિશ દારૂના વેચાણ, વરલી-મટકા સહિતના જુગાર અને અન્ય અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી છે. સ્થાનિકોએ અસામાજિક તત્વોથી ભયનો માહોલ સર્જાતો હોવાનો આક્ષેપ કરી કડક કાર્યવાહી અને રક્ષણની માંગ કરી છે.

વાંકાનેર શહેરના મિલ કોલોની રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓના આક્ષેપને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં કેટલાક માથાભારે શખ્સો દ્વારા ખુલ્લેઆમ ઈંગ્લિશ દારૂનું વેચાણ, વરલી-મટકાનો જુગાર તથા વેશ્યાવૃત્તિ જેવી અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાના કારણે સ્થાનિકોને અવરજવર કરવામાં ભયનો માહોલ અનુભવાઈ રહ્યો છે. આ અંગે સ્થાનિકોએ વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરી અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા અને વિસ્તારના રહેવાસીઓને રક્ષણ આપવા માંગ કરી છે.

આપેલ અરજીમાં ક્રિપાલસિંહ બાબાભા જાડેજા, પૃથ્વીરાજસિંહ મહાવીરસિંહ જેઠવા, જૈનુલ હાલા અને દશુભા માનસિંહ જાડેજા સહિતના શખ્સો સામે વિવિધ આક્ષેપો કરવામાં આવ્યા છે. વધુમાં આ માથાભારે શખ્સો જાહેરમાં નશો કરી ખુલ્લી તલવારો અને છરી સાથે ફરતા હોવાના કારણે લોકોમાં ભય ફેલાયો છે. આ અસામાજિક તત્વોમાં કેટલાક શખ્સો કથિત રીતે કહેતા હોય છે કે, “પોલીસ અમારા ખિસ્સામાં છે, અમારું કોઈ કંઈ બગાડી શકશે નહીં” જેવા જવાબો મળ્યા હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આથી કંટાળેલા સ્થાનિકો એકત્ર થઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત જીલ્લા પોલીસ વડાને ઈ-મેઇલ મારફતે પણ રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવાયું છે. આ સાથે સ્થાનિકોએ વિસ્તારમાં ચાલતી અસામાજિક અને અનૈતિક પ્રવૃત્તિઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરી ભયમુક્ત વાતાવરણ ઊભું કરવાની માંગ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!