Tuesday, September 29, 2026
HomeGujaratમોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ ૫૦૦થી વધુ નાગરિકોનો અંગદાનનો સંકલ્પ

મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ ૫૦૦થી વધુ નાગરિકોનો અંગદાનનો સંકલ્પ

‘સંકલ્પ દિવસ’ અંતર્ગત યંગ ઇન્ડિયા ગ્રૂપની પહેલઃ ૨૦ લોકોએ દેહદાનનો પણ લીધો સંકલ્પ.

- Advertisement -
- Advertisement -

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા શહીદ ભગતસિંહની જન્મજયંતિને ‘સંકલ્પ દિવસ’ તરીકે ઉજવી દેહદાન અને અંગદાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ પહેલમાં ૫૦૦થી વધુ નાગરિકોએ અંગદાન અને ૨૦ લોકોએ દેહદાનનો સંકલ્પ લઈ માનવસેવા સાથે જોડાવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિ નિમિત્તે યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા ‘સંકલ્પ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. ભગતસિંહના ત્યાગ, રાષ્ટ્રપ્રેમ અને બલિદાનમાંથી પ્રેરણા લઈ જન્મજયંતિને માત્ર પુષ્પાંજલિ પૂરતી સીમિત ન રાખી માનવસેવાના સંકલ્પ સાથે જોડવામાં આવી હતી. આ અંતર્ગત દેહદાન અને અંગદાનના મહત્ત્વ અંગે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ સાથે ૫૦૦થી વધુ નાગરિકોએ મૃત્યુ બાદ અંગદાનનો સંકલ્પ લીધો હતો, જ્યારે ૨૦ લોકોએ દેહદાન માટે સંકલ્પબદ્ધ થઈ માનવસેવાના આ અભિયાનમાં જોડાયા હતા.

આ તકે યંગ ઇન્ડિયા ગ્રૂપના સ્થાપક અને માર્ગદર્શક ડૉ. દેવેન રબારીએ જણાવ્યું હતું કે, ભગતસિંહના વિચારોમાંથી પ્રેરણા લઈને મૃત્યુ બાદ પણ કોઈના જીવનમાં ઉપયોગી બનવું એ તેમના પ્રત્યેની અર્થપૂર્ણ શ્રદ્ધાંજલિ બની શકે છે. દેહદાન તબીબી શિક્ષણ અને સંશોધન માટે ઉપયોગી બની શકે છે, જ્યારે અંગદાન જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન આપવાની તક પૂરી પાડે છે. યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા આગામી દિવસોમાં પણ દેહદાન અને અંગદાન અંગેની ગેરસમજો દૂર કરી વધુમાં વધુ નાગરિકોને આ માનવસેવાના અભિયાન સાથે જોડવાના પ્રયાસો ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!