મકનસર ગામે ૪૪ વર્ષીય આધેડે વહેલી સવારે પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતાં મોત નીપજ્યું હતું.
મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા અરજણભાઈ મેરૂભાઈ સનુરા ઉવ.૪૪એ ગઈકાલ તા.૨૯/૦૯ના વહેલી સવારે આશરે બે થી ચાર વાગ્યાના અરસામાં પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનો તેમને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોત દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.






