Wednesday, September 30, 2026
HomeGujaratમોરબીમાં ડીડીઓ અને એસપી દ્વારા ‘જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળા’નો પ્રારંભ

મોરબીમાં ડીડીઓ અને એસપી દ્વારા ‘જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળા’નો પ્રારંભ

શાળા-કોલેજોના ગ્રંથાલયો માટે વિશેષ યોજના: ૪૦ ટકા ડિસ્કાઉન્ટ સાથે વિવેકગ્રામ પ્રકાશન મંડળના પુસ્તકો ભેટ અપાશે

- Advertisement -
- Advertisement -

મોરબીમાં ‘સેવા-સંકલ્પ અભિયાન’ અંતર્ગત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ-મોરબી અને શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, માંડવી-કચ્છ દ્વારા આયોજિત તેમજ જીલ્લા શિક્ષણાધિકારી કચેરી-મોરબી દ્વારા પ્રેરિત બે દિવસીય ‘જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળા’નો જીલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર અને જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.

રવાપર રોડ પર આવેલા ઉમા હોલ ખાતે આયોજિત આ પુસ્તક મેળાનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન આપતા જીવનમાં પુસ્તકો અને વાંચન સંસ્કૃતિનું મહત્ત્વ સમજાવી યુવા પેઢીને પુસ્તકપ્રેમી બનવા પ્રેરિત કર્યા હતા.

તા. ૨૯ અને ૩૦ સપ્ટેમ્બર દરમિયાન સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૮:૦૦ વાગ્યા સુધી યોજાનાર આ મેળામાં શૈક્ષણિક, નવલકથા, કાવ્યો, આરોગ્ય, પ્રેરણાદાયી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના વિવિધ પુસ્તકો ૪૦ ટકા સુધીના વળતર સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે જેનો મહત્તમ લાભ લેવા પુસ્તકપ્રેમીઓ તથા સંસ્થાઓને અનુરોધ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!